આજથી લગભગ એક વર્ષ પહેલાં એટલે કે તારીખ ૨૮-૦૨-૨૦૧૨નાં રોજ મે મારો ૨૬મો જન્મદિવસ ઉજવ્યો. મારા મનમાં એક વિચાર આવ્યો.
વિચાર હતો શિક્ષણ જગત વિશેનો !!!
મનમાં એવો વિચાર સ્ફૂર્યો કે એવું કરવું છે કે શિક્ષણ જગત સાથે સંકળાયેલા વ્યક્તિઓને ઇન્ટરનેટના માધ્યમ દ્વારા ઉપયોગી થવું, શિક્ષણ જગત સાથે સંકળાયેલ વ્યક્તિઓ એક તાંતણે બંધાય.
બસ વિચાર આવ્યો 'ને તરત જ બ્લોગર પર બ્લોગ બનાવવાનો વિચાર કર્યો.
અને તે જ દિવસના રોજ ,તારીખ ૨૮-૦૨-૨૦૧૨ નાં રોજ, બરાબર આજથી એક વર્ષ પહેલાં, મારા કોમ્પ્યુટર પર બ્લોગ બનાવવા શ્રી ગણેશ કર્યા..અને બન્યો બ્લોગ પ્રશાંત ગવાણીયા.
બ્લોગ બનાવવામાં શરૂઆતમાં મુશ્કેલીઓ પડી. પરંતુ અભ્યાસક્રમ(શ્રી કમલેશભાઈ ઝાપડીયા) , જેઓ હાલ edusafar.com ચલાવે છે તેઓએ તથા અન્ય મિત્રોએ મદદ કરી.એમનો હું ખુબ ખુબ અભારી છુ.
આ સીવાય બીજા ઘણા વ્યક્તિઓ છે જેઓએ મને બ્લોગ બનવવાનીપ્રેરણા આપી છે અને મને પ્રોત્સાહિત કર્યો છે.જીતુભાઈ ગોજારીયા,ચંદુલાલ પટેલ,માવજીભાઈ ડોટ કોમ,સરસ્વતીનગર પ્રા.શાળા,નરેન્દ્રભાઈ જાદવ - આ દરેક વ્યક્તિઓનો હું આભારી છું.
મારા જાણ્યા અજાણ્યા દર્શક મિત્રો કે જેઓએ સતત એક વર્ષથી પ્રશાંત ગવાણીયા બ્લોગને સફળતા અપાવવામાં મહત્વપૂર્ણ ફાળો આપ્યો છે તેવા સૌ મિત્રોનો ખુબ ખુબ આભાર.
બીજા ઘણા પ્રેરકો,માર્ગદર્શકો અને મિત્રો છે જેઓનાંનામ અહિયાં સામેલ કરી શક્યો નથી એ દરેકનો ખુબ ખુબ આભાર
(અમારા બ્લોગના નવા દેખાવ વિશે આપના સુચનો અને માર્ગદર્શન આવકાર્ય છે.)
(અમારા બ્લોગના નવા દેખાવ વિશે આપના સુચનો અને માર્ગદર્શન આવકાર્ય છે.)
ભવિષ્યમાં પણ આપને ઉપયોગી થવા માટે પરમ કૃપાળુ પરમાત્મા અને માં સરસ્વતી મને શક્તિ પ્રદાન કરે એવી અભ્યર્થના...