Contact Me On Whatsapp !!!
9898330337

રાજ્‍ય કક્ષાનો શિક્ષક પારિતોષિક સમારોહ-૨૦૧૩

ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણ અને શિક્ષક દિનની દરેક શિક્ષક મિત્રોને શુભેચ્છાઓ......
રાજ્‍યના શિક્ષણ વિભાગ દ્વારા વર્ષ ૨૦૧૩ રાજ્‍ય પારિતોષિક માટે સમગ્ર રાજ્‍યમાંથી ૧૮ પ્રાથમિક, ૫ માધ્‍યમિક, ૪ ઉચ્‍ચતર માધ્યમિક, ૬ ઉચ્‍ચતર માધ્‍યમિક / ઉચ્‍ચતર શાળાના આચાર્યો તેમજ ૧ ખાસ શાળાના  શિક્ષકની પસંદગી કરવામાં આવી છે. 
પસંદગી પામેલા શિક્ષકોને રાજ્‍ય પારિતોષિક આજ રોજ તારીખ ૫ સપ્‍ટેમ્‍બર ૨૦૧૩  શિક્ષક દિનના રોજ રાજ્‍યપાલના હસ્‍તે અપાયા. રાજ્‍ય પારિતોષિકમાં યોગ્‍ય ડિઝાઈનથી અંકિત કરેલ રેશમી કાપડ ઉપર છાપેલા યોગ્‍યતા પ્રમાણપત્ર, શાલ, રૂા. ૨૧,૦૦૦ રોકડ પુરસ્‍કાર અને યોગ્‍ય ડિઝાઈનથી અંકિત ગ્‍લેઝ કાગળ પર છાપેલ યોગ્‍યતા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું.
"પારિતોષિકથી સન્માન પામેલા શિક્ષકોને પ્રશાંત ગવાણીયા તરફથી ખુબ ખુબ અભિનંદન"
ગુજરાત  સરકાર દ્વારા કરાયેલ આ કદર બદલ શિક્ષક સમાજ આભારી છે અને  બીજા શિક્ષકો માટે પણ આ પગલું પ્રેરણારૂપ બનશે અને કામ કરવા તરફ પ્રેરાશે...
આભાર
-પ્રશાંત ગવાણીયા
"પસંદગી પામેલા શિક્ષકોની યાદી"