Contact Me On Whatsapp !!!
9898330337

એડેપ્ટસ

એડપ્ટસ એટલે શું?
ADEPTS (Advancement Of Educational Performance Through Teacher Support) શિક્ષક સમર્થન દ્વારા ઉત્કૃષ્ટ શૈક્ષણિક અભિવ્યક્તિ.
શિક્ષકના વલણ ઘડતરનો કાર્યક્રમ એટલે એડપ્ટસ.

એડપ્ટસનો ઉદેશ :
  • શિક્ષક તેની પોતાની ક્ષમતા જાની શકે અને તેમાં ઉતરોતર વધારો કરી શકે.
  • શિક્ષકની અભિવ્યક્તિને ઉત્કૃષ્ટ કરવી.
  • સમાજની અપેક્ષા અનુસારનું શિક્ષકનું વલણ કેળવાય.
  • શિક્ષકના શિક્ષક્ત્વને  નિખારવું.
એડપ્ટસનું અમલીકરણ : 
  • ફેઝ-૧ ૨૦૦૭ માં ગુજરાતની ૪૫૬ શાળાઓમાં અમલ.
  • ફેઝ-૨ ૨૦૦૮ માં ગુજરાતની ૬૭૦૦  શાળાઓમાં અમલ.
  • ફેઝ-૩ હાલમાં રાજ્યની ૨૨૦૦૦ પ્રાથમિક શાળાઓમાં અંદાજે ૧ ૫૦ ૦૦૦ શિક્ષકો આ કાર્યક્રમમાં જોડાયેલા છે.
એડપ્ટસની કામગીરી અંગે માર્ગદર્શક સુચનાઓ:
  • શૈક્ષિણક વર્ષ દરમિયાન ૮૦ વિધાનો પર કામ કરવાનું છે.
  • શિક્ષક, આચાર્ય, વિદ્યાસહાયક કે ઉચ્ચ વિદ્યાસહાયક તમામે એડપ્ટસ ની નોંધપોથીમાં વિધાનો સિદ્ધ થાય તેમ નોંધ કરવાની છે. તેમજ જરૂરી રેકર્ડ નિભાવવાનું હોય છે.
  • એડપ્ટસનો અહેવાલ વર્ષ દરમિયાન ચાર ક્વાટરમાં  ૧૫ ઓગસ્ટ, ૧૫ નવેમ્બર , ૧૫ જાન્યુઆરી તેમજ ૧૫ અપ્રિલ ની સ્થિતિએ સી.આર.સી.મા નિયત ફોર્મેટમાં આપવાનો હોય છે.
  • એડપ્ટસ ચાર પરિમાણમાં વિભાજીત છે. 
  • ૧. જ્ઞાનાત્મક પરિમાણ -૩૯ વિધાન 
  • ૨. સામાજિક પરિમાણ - ૧૬ વિધાન 
  • ૩. ભૌતિક પરિમાણ -૬ વિધાન 
  • ૪. સંસ્થાકીય પરિમાણ - ૧૯ વિધાન 
  • એડપ્ટસની નોંધપોથીની ચકાસણી કરીને સી.આર.સી. કો-ઓર્ડીનેટરે સહી કરવાની હોય છે.
  • તમામ વિધાનો સિદ્ધ થાય જ તે જરૂરી નથી પરંતુ તેના માટે શિક્ષક , આચાર્ય તથા શાળાએ પ્રયત્ન કરવાના છે. 
  • આજનો દીપક, આજનું ગુલાબ, શાળા પ્રોફાઈલ, શિક્ષક પ્રોફાઈલ, સ્ટુડન્ટ પ્રોફાઈલ, ખોયાપાયા, અક્ષયપાત્ર, ડીસ્પ્લે બોર્ડ, ભાષા કોર્નર, ઉનીત ટેસ્ટ, પ્રાર્થના સંમેલન, પ્રતિભા શોધ પ્રવૃત્તિઓ, લર્નિંગ કોર્નર,એક્ષ્પોજર વિઝીટ, મુખપત્ર,  પુસ્તકાલય પ્રવૃત્તિ વગેરે એડપ્ટસના  પ્રોજેક્ટ છે.

પ્રવેશોત્સવ


રાજયમાં પ્રવેશપાત્ર તમામ બાળકોનો શાળા પ્રવેશ કરાવવા માટે વર્ષઃર૦૦૩-૦૪ થી શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ આયોજિત કરવામાં આવે છે. આ કાર્યક્રમના ખૂબ સારા પરિણામો મળતાં શાળામાં નામાંકન ૧૦૦% ની નજીક પહોંચી ગયું છે. તેમજ શાળાઓને ભૌતિક સુવિધાઓ પૂરી પાડવા માટે આ ગાળા દરમ્યાન રાજય સરકારે ખૂબ જ નોંધપાત્ર કામગીરી કરી છે. આ બધા સહિયારા પરિબળોના પરિણામે પ્રાથમિક શાળાઓમાં ધો.૧ થી પ નો ડ્રોપ આઉટ રેટ ર.ર૯% સુધી અને ધો.૧ થી ૭ માં ૮.૮૭% સુધી નીચે ઉતરી આવ્યો છે, જે "૦" સુધી લઈ જવાનું રાજ્ય સરકારનુ લક્ષ્ય છે.






ગુણોત્સવ


રાજયમાં પ્રવેશપાત્ર તમામ બાળકોનો શાળા પ્રવેશ કરાવવા માટે વર્ષઃર૦૦૩-૦૪ થી શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ આયોજિત કરવામાં આવે છે. આ કાર્યક્રમના ખૂબ સારા પરિણામો મળતાં શાળામાં નામાંકન ૧૦૦% ની નજીક પહોંચી ગયું છે. તેમજ શાળાઓને ભૌતિક સુવિધાઓ પૂરી પાડવા માટે આ ગાળા દરમ્યાન રાજય સરકારે ખૂબ જ નોંધપાત્ર કામગીરી કરી છે. આ બધા સહિયારા પરિબળોના પરિણામે પ્રાથમિક શાળાઓમાં ધો.૧ થી પ નો ડ્રોપ આઉટ રેટ ર.ર૯% સુધી અને ધો.૧ થી ૭ માં ૮.૮૭% સુધી નીચે ઉતરી આવ્યો છે, જે "૦" સુધી લઈ જવાનું રાજ્ય સરકારનુ લક્ષ્ય છે.
આમ, શાળાઓમાં ૧૦૦% નામાંકન અને ૧૦૦% સ્થાયીકરણ તરફની ભૌતિક સિદ્ધિની કૂચ જારી છે. ત્યારે શાળા-શિક્ષકો-વિઘાર્થીઓની શૈક્ષણિક "ગુણવત્તા" ઉપર ભાર મૂકી તેની ઉપર ઘ્યાન કેન્દ્રીત કરવું આવશ્યક થઈ પડે છે. આથી શાળા-શિક્ષકોની શૈક્ષણિક સજજતા અને વિઘાર્થીઓની શૈક્ષણિક ક્ષમતા તથા અભ્યાસની ગુણવત્તાની ચકાસણી અને ત્રુટિઓના ઉપાય કરવા તે આજની તાતી જરૂરિયાત છે, તે માટે છે "ગુણોત્સવ" કાર્યક્રમ. ગુણોત્સવ કાર્યક્રમ ૨૦૦૯-૧૦ થી ગુજરાતની તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં આયોજિત કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં માન. મુખ્યમંત્રીશ્રી અને માન. મંત્રીશ્રીઓ/સંસદીય સચિવશ્રીઓ તથા રાજય કક્ષા/જિલ્લા કક્ષાના ઉચ્ચ અધિકારીઓ પણ જોડાય છે  અને શાળા-શિક્ષક-વિઘાર્થીનું શૈક્ષણિક દૃષ્ટિએ મૂલ્યાંકન કરે છે આ "ગુણોત્સવ" કાર્યક્રમમાં શાળા, શિક્ષકને ગ્રેડ આપવામાં આવે છે. સને-૨૦૧૨-૧૩ ના શૈક્ષણિક વર્ષમાં જી.સી.ઇ.આર.ટી.ની ગાઈડલાઈન મુજબ વરસની આખરમાં (માર્ચ-૨૦૧૩) ગુણોત્સવ કાર્યક્રમ યોજવામાં આવશે.

બાળમેળો

બાળમેળો એ ભાગ લેનાર બાળકો માટેની આનંદયાત્રા છે. તથા તેના સર્વાંગી વિકાસ માટેનો અવસર છે. એનાથી બાળકના મનમાં વિકાસ માટેની અલગ-અલગ દિશા ખૂલે છે. જે તેના ભવિષ્ય માટે તેના મનમાં કશાકનું આપણ કરી જાય છે. આ બીજારોપણ ભવિષ્યમાં વૃક્ષ બની પાંગરે છે. બાળમેળા એ તો બાળકોને અભિવયકિત થવાનો કાર્યક્રમ છે. બાળકોમાં પડેલી સુષુપ્ત શકિતઓને જાગૃત કરવાનો કાર્યક્રમ છે. બાળકોમાં આત્મશ્રધ્ધા અને આત્મવિશ્વાસ પ્રેરવાથી કાર્યશીલતા સંતોષાય છે. સામૂહિક ભાવના વિકસે છે. વિચાર શકિત વિકસે છે. તેમનામાં મૂલ્યોનું ધડતર થાય છે અને અત્મવિશ્વાસ વધે છે. આ પ્રકારના બાળમેળા જીસીઇઆરટી દ્વારા ગુજરાત રાજયની તમામ સરકારી પ્રાથમિક શાળામાં યોજાય છે. પરિણામે નાંમાકન, સ્થાયી કરણ અને ગુણવત્તા સુધારણા વધવા પામી છે.
બાળમેળાનો હેતુ:
  • બાળકોની ક્રિયાશીલતાને પોષાય
  • બાળકોની જિજ્ઞાશા જાગૃત થાય
  • બાળકોની સામૂહિક ભાવના વિકસે
  • બાળકોની સર્જનવૃત્તિ સંતોષાય
  • બાળકોની વિચારશકિત વિકસે
  • બાળકો અંતઃતૃપ્તિ અનુભવે
  • બાળકોનો આત્મવિશ્વાસ વધે
  • બાળકોને અભિવ્યકત થવાની તક મળે
  • વ્યવસ્થા, શિસ્ત, સમયપાલન, ચોકસાઇ, સ્વચ્છતા જેવા ગુણો વિકસે
બાળમેળાની પ્રવૃત્તિ:
ગીત - સંગીત – અભિનય, બાલરમત, બાલવાર્તા, બાલનાટક, માટીકામ, છાપકામ, ચિત્રકામ, રંગપૂરણી, ગડીકામ, કાતરકામ, ચીટકકામ, વિજ્ઞાનના સાદા પ્રયોગો, જાદુનગરી, ભાષા-ગણિત શિક્ષણ

બાળમેળાનું આયોજન:
  • ઉપર દર્શાવેલ પ્રવૃત્તિઓ મુજબ એક તજજ્ઞ પસંદ કરવા.
  • પ્રવૃત્તિદિઠ અલગ અલગ વર્ગખંડ રાખવા.
  • બાળકોની સંખ્યા પ્રમાણેના ગ્રુપ પાડવા.
  • દરેક પ્રવૃત્તિના સ્ટોલ/વર્ગખંડમાં બાળકોના ગ્રુપને મોકલવા.
  • ત્રીસ મીનીટ બાદ બેલ વાગે એટલે બાળકોનું ગ્રુપ એક પ્રવૃત્તિના વર્ગખંડમાંથી નીકળી બીજા પ્રવૃત્તિના વર્ગખંડમાં જાય. આવી રીતે દર ત્રીસ મીનીટે બાળકોના ગ્રુપ બદલવા.
  • બાળમેળામાં જાડાયેલ બાળકો માટે નાસ્તો અને પાણીની વ્યવસ્થા કરવી.
બાળમેળાથી થતા ફાયદા:
  • ગીત-સંગીત દ્વારા બાળકો તાલબધ્ધ રીતે ગાતા શીખે છે.
  • બાલરમત દ્વારા એકાગ્રતા, ધીરજ, સહિષ્ણુતા, શિસ્ત, વ્યવસ્થા, નિયમપાલન, સહકાર અને ખેલદીલી જેવા ગુણોનો વિકસે છે.
  • બાલનાટક દ્વારા વકતૃત્વશકિતનો વિકાસ થાય છે. તેમજ અભિનય કૌશલ્ય વિકસે છે.
  • માટીકામ દ્વારા આંખ અને હાથના આંગળાઓનું સામંજસ્ય કેળવાય છે. જે વસ્તુનું સર્જ કયું હોય તે વસ્તુ વિશે વિશેષ જ્ઞાન મેળવે છે.
  • છાપકામ દ્વારા સર્જનશકિત અને હસ્તકૌશલ્યનો વિકાસ થાય છે. તેમજ રંગોથી પરિચિત થાય છે.
  • ચિત્રકામ દ્વારા આંગળાના સ્નાયુઓ કેળવાય છે અને સૌંદર્ય દ્રષ્ટિ વિકસે છે. લેખનકાર્ય સુંદર બને છે.
  • રંગપૂરણીથી સ્વચ્છતા અને ચોકસાઇના ગુણો વિકસે છે. મિશ્ર રંગો બનાવતા શીખે છે.
  • ગડીકામથી નકામી વસ્તુઓનો ઉપયોગ કરતા શીખે છે.રચનાત્મક કલ્પનાઓનો વિકાસ થાય છે.
  • આ રીતે દરેક પ્રવૃત્તિ માંથી બાળકનો સર્વાંગી વિકાસ થાય.
બાળમેળા માટે ડાઉનલોડ કરી શકાય તેવું સાહિત્ય :