જાણવા મળ્યું છે કે મુખ્ય શિક્ષકની ભરતીમાં ૨૯/૦૧/૨૦૦૦ ના
પરિપત્રની જોગવાઈ મુજબ છૂટછાટ આપવાની ક્ષતિ ધ્યાન પર આવતા અગાઉની જીલ્લા
પસંદગી રદ કરી નવેસરથી જિલ્લા પસંદગી માટેની જાહેરાત કરી છે. પ્રશ્ન એ થાય
છે કે અધિકારીઓ દ્વારા અગાઉ શું ૨૯/૦૧/૨૦૦૦ પરિપત્રનું વાંચન/ અર્થઘટન થયું
નહિ હોય ? લાખો ઉમેદવારો પૂછે છે કે ૨૯/૦૧/૨૦૦૦ નો પરિપત્ર શું કહેવા
માગે છે ? અધિકારીઓ દ્વારા કેવી ક્ષતિ રહી છે તે જણાવવી જોઈએ. જો કોઈ
સામાન્ય કર્મચારી ક્ષતિ કરે તો તેના પાછળ માછલાં ધોવાય છે અને ઉચ્ચ કક્ષાની
વ્યક્તિ દ્વારા ક્ષતિ થાય તો શિક્ષાત્મક પગલાંનીતો વાત એકબાજું રહી પરંતુ
વાતને હાજી હાજી કરી દબાવી દેવામાં આવે છે. ૨૯/૦૧/૨૦૦૦ ના પરિપત્રની જોગવાઈ
મુજબ છૂટછાટ આપવાની ક્ષતિ ધ્યાન પર આવતા હજારો ઉમેદવારોને ફરી દોડાદોડ
થશે. માનસિક ટેન્શન + આર્થિક ખર્ચા વગેરે માટે જવાબદાર કોણ ?
વળી પ્રશ્ન એ થાય છે કે અગાઉ માધ્યમિક શાળાઓ માટે આચાર્યની ભરતીમાં
જિલ્લા પસંદગી વિના વિધ્ને ઓનલાઈન થઈ શકી હતી તો શું મુખ્ય શિક્ષક માટે
ઓનલાઈન જિલ્લા પસંદગી ન થઈ શકે ? ઓનલાઈન જિલ્લા પસંદગી થઈ હોતતો હજારો
શિક્ષિત નોકરી ઈચ્છુક ઉમેદવારોને બે બે વખત દોડવું ન પડે તથા સમય અને
પૈસાની પણ બચત કરી શકાય.
new