રાજયમાં પ્રવેશપાત્ર તમામ બાળકોનો શાળા પ્રવેશ કરાવવા માટે
વર્ષઃર૦૦૩-૦૪ થી શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ આયોજિત કરવામાં આવે છે. આ
કાર્યક્રમના ખૂબ સારા પરિણામો મળતાં શાળામાં નામાંકન ૧૦૦% ની નજીક પહોંચી ગયું
છે. તેમજ શાળાઓને ભૌતિક સુવિધાઓ પૂરી પાડવા માટે આ ગાળા દરમ્યાન રાજય સરકારે
ખૂબ જ નોંધપાત્ર કામગીરી કરી છે. આ બધા સહિયારા પરિબળોના પરિણામે પ્રાથમિક
શાળાઓમાં ધો.૧ થી પ નો ડ્રોપ આઉટ રેટ ર.ર૯% સુધી અને ધો.૧ થી ૭ માં ૮.૮૭%
સુધી નીચે ઉતરી આવ્યો છે, જે "૦" સુધી લઈ જવાનું રાજ્ય સરકારનુ લક્ષ્ય છે.
આમ, શાળાઓમાં ૧૦૦% નામાંકન અને ૧૦૦% સ્થાયીકરણ તરફની ભૌતિક સિદ્ધિની કૂચ જારી
છે. ત્યારે શાળા-શિક્ષકો-વિઘાર્થીઓની શૈક્ષણિક "ગુણવત્તા" ઉપર ભાર મૂકી
તેની ઉપર ઘ્યાન કેન્દ્રીત કરવું આવશ્યક થઈ પડે છે. આથી શાળા-શિક્ષકોની શૈક્ષણિક
સજજતા અને વિઘાર્થીઓની શૈક્ષણિક ક્ષમતા તથા અભ્યાસની ગુણવત્તાની ચકાસણી અને
ત્રુટિઓના ઉપાય કરવા તે આજની તાતી જરૂરિયાત છે, તે માટે છે
"ગુણોત્સવ" કાર્યક્રમ. ગુણોત્સવ કાર્યક્રમ ૨૦૦૯-૧૦ થી
ગુજરાતની તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં આયોજિત કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં
માન. મુખ્યમંત્રીશ્રી અને માન. મંત્રીશ્રીઓ/સંસદીય સચિવશ્રીઓ તથા રાજય કક્ષા/જિલ્લા
કક્ષાના ઉચ્ચ અધિકારીઓ પણ જોડાય છે અને શાળા-શિક્ષક-વિઘાર્થીનું શૈક્ષણિક
દૃષ્ટિએ મૂલ્યાંકન કરે છે આ "ગુણોત્સવ" કાર્યક્રમમાં શાળા, શિક્ષકને ગ્રેડ આપવામાં આવે છે. સને-૨૦૧૨-૧૩ ના શૈક્ષણિક વર્ષમાં
જી.સી.ઇ.આર.ટી.ની ગાઈડલાઈન મુજબ વરસની આખરમાં (માર્ચ-૨૦૧૩)
ગુણોત્સવ કાર્યક્રમ યોજવામાં આવશે.
0 ટિપ્પણી(ઓ):
ટિપ્પણી પોસ્ટ કરો